Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - રોમનોને પત્ર - રોમનોને પત્ર 2

રોમનોને પત્ર 2:15-26

Help us?
Click on verse(s) to share them!
15તેઓની પ્રેરકબુદ્ધિ તેઓની સાથે સાક્ષી આપે છે અને તેઓના વિચાર પોતાને દોષિત અથવા નિર્દોષ ઠરાવે છે અને તે પ્રમાણે તેઓ પોતાના અંતઃકરણમાં લખેલ નિયમશાસ્ત્ર મુજબનું કામ દેખાડે છે;
16ઈશ્વર મારી સુવાર્તા પ્રમાણે ઈસુ ખ્રિસ્તની મારફતે મનુષ્યોના ગુપ્ત કામોનો ન્યાય કરશે, તે દિવસે એમ થશે.
17પણ જો તું પોતાને યહૂદી કહે છે અને નિયમશાસ્ત્ર પર આધાર રાખે છે, ઈશ્વરમાં ગૌરવ ધરાવે છે,
18તેમની ઇચ્છા જાણે છે, નિયમશાસ્ત્ર શીખેલો હોઈને જે જુદું છે તે પારખી લે છે
19જો પોતાના વિષે એવી ખાતરી રાખે છે કે તું દ્રષ્ટિહીનોને દોરનાર, જે અંધકારમાં છે તેઓને પ્રકાશ આપનાર,
20બુદ્ધિહીનોનો શિક્ષક, બાળકોને શીખવનાર છે અને તને નિયમશાસ્ત્રમાં જ્ઞાન અને સત્યનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે;
21ત્યારે બીજાને શીખવનાર, શું તું પોતાને શીખવતો નથી? ચોરી ન કરવી એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?
22વ્યભિચાર ન કરવો એવું કહેનાર, શું તું વ્યભિચાર કરે છે? મૂર્તિઓથી કંટાળનાર, શું તું ભક્તિસ્થાનોને લૂંટે છે?
23તું જે નિયમશાસ્ત્ર વિષે ગર્વ કરે છે તે નિયમશાસ્ત્રનો ભંગ કરીને શું ઈશ્વરનું અપમાન કરે છે?
24કેમ કે શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રમાણે 'તમારે લીધે બિનયહૂદીઓમાં ઈશ્વરનું નામ નિંદાપાત્ર થાય છે.'
25જો તું નિયમશાસ્ત્ર પાળનાર હોય, તો સુન્નત લાભકારક છે ખરી; પણ જો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનાર હોય, તો તે તારી સુન્નત બેસુન્નત થઈ જાય છે.
26માટે જો બેસુન્નતી માણસ નિયમશાસ્ત્રના વિધિઓ પાળે તો શું તેની બેસુન્નત સુન્નત તરીકે નહિ ગણાય?

Read રોમનોને પત્ર 2રોમનોને પત્ર 2
Compare રોમનોને પત્ર 2:15-26રોમનોને પત્ર 2:15-26