Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 9

યોહાન 9:17-35

Help us?
Click on verse(s) to share them!
17ત્યારે તેઓએ ફરીથી તે અંધને પૂછ્યું કે, 'તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?' ત્યારે તેણે કહ્યું કે, 'તે પ્રબોધક છે.'
18પણ યહૂદીઓએ તે દેખતા થયેલાનાં માતાપિતાને બોલાવ્યા ત્યાં સુધી તેઓ તેને વિષે માનતા ન હતા કે, તે અંધ હતો અને દેખતો થયો છે.
19તેઓએ તેમને પૂછ્યું કે, 'શું આ તમારો દીકરો છે, જેને વિષે તમે કહો છો કે, તે જન્મથી અંધ હતો? તો પછી તે કેવી રીતે દેખતો થયો છે?'
20તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો કે, 'તે અમારો દીકરો છે અને જન્મથી અંધ હતો, તે અમે જાણીએ છીએ.
21પણ હમણાં તે કેવી રીતે દેખતો થયો છે, તે અમે જાણતા નથી; અને તેની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતા નથી; તે જુવાન છે; તેને પૂછો, તે પોતે કહેશે.'
22તેનાં માતાપિતા યહૂદીઓથી ડરતા હતાં માટે તેઓએ તેમ કહ્યું; કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, 'તે ખ્રિસ્ત છે' એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.
23માટે તેનાં માતાપિતાએ કહ્યું કે, 'તે પુખ્તવયનો છે, તેને પૂછો.'
24તેથી અગાઉ જે અંધ હતો, તેને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, 'ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે તે માણસ તો પાપી છે.'
25ત્યારે તેણે ઉત્તર આપ્યો, 'તે પાપી છે કે નહિ, તે હું જાણતો નથી; પણ એક વાત હું જાણું છું કે, હું અંધ હતો અને હવે હું દેખતો થયો છું.'
26ત્યારે તેઓએ તેને કહ્યું કે, 'તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?'
27તેણે તેઓને ઉત્તર આપ્યો કે, 'મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ; તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેમના શિષ્યો થવા ચાહો છો?'
28ત્યારે તેઓએ તેની મશ્કરી કરતાં કહ્યું કે, 'તું તેમનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.
29ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, તે અમે જાણીએ છીએ; પણ અમે નથી જાણતા કે, તે માણસ તો ક્યાંનાં છે.'
30તે માણસે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, 'એ તો અજાયબ જેવું છે કે, તેમણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનાં છે, તે તમે જાણતા નથી.
31આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતાં નથી; પણ જો કોઈ ઈશ્વરને ભજનાર હોય અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તે તેમનું સાંભળે છે.
32સૃષ્ટિના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી અંધ માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.
33જો તે મનુષ્ય ઈશ્વરની પાસેથી આવ્યા ન હોય, તો તે કંઈ કરી શકતા નથી.'
34તેઓએ તેને ઉત્તર આપ્યો કે, 'તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે અને શું તું અમને બોધ કરે છે?' પછી તેઓએ તેને સભાસ્થાનમાંથી બહાર કાઢી મૂક્યો.
35તેઓએ તેને બહાર કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધીને કહ્યું કે, 'તું શું માણસના દીકરા પર વિશ્વાસ કરે છે?'

Read યોહાન 9યોહાન 9
Compare યોહાન 9:17-35યોહાન 9:17-35