Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 6

યોહાન 6:5-12

Help us?
Click on verse(s) to share them!
5માટે ઈસુ ઊંચી નજર કરીને પોતાની પાસે આવતા મોટા સમુદાયને જોઈને ફિલિપને પૂછે છે કે, 'તેમના ભોજનને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ?'
6જોકે ઈસુએ ફિલિપને પારખવા માટે એ પૂછ્યું હતું; કેમ કે ઈસુ પોતે શું કરવાના હતા તે તે પોતે જાણતા હતા.
7ફિલિપે તેમને જવાબ આપ્યો, 'બસો દીનારની રોટલી તેઓને સારુ પૂરતી નથી કે, તેઓમાંના દરેકને થોડું થોડું મળે.'
8તેમના શિષ્યોમાંના એક, એટલે સિમોન પિતરનો ભાઈ આન્દ્રિયા, તેમને કહે છે કે,
9'એક જુવાન અહીં છે, તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે; પણ તે આટલાં બધાને કેવી રીતે પૂરાં પડે?'
10ઈસુએ કહ્યું કે, 'લોકોને બેસાડો.' તે જગ્યાએ ઘણું ઘાસ હતું. અને તેઓ બેસી ગયા, પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની હતી.
11ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને વહેંચી; માછલીઓમાંથી પણ જેટલું જોઈએ તેટલું વહેંચું.
12તેઓ તૃપ્ત થયા પછી ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, 'કંઈ નકામું ન જાય માટે વધેલા ટુકડાં એકઠો કરો.'

Read યોહાન 6યોહાન 6
Compare યોહાન 6:5-12યોહાન 6:5-12