Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 4

યોહાન 4:25-48

Help us?
Click on verse(s) to share them!
25સ્ત્રીએ તેમને કહ્યું કે 'મસીહ (જે ખ્રિસ્ત કહેવાય છે તે) આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.'
26ઈસુએ કહ્યું કે, 'તારી સાથે જે બોલે છે તે હું છું.'
27એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, 'તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.'
28પછી તે સ્ત્રી પોતાનો પાણીનો ઘડો ત્યાં જ રહેવા દઈને શહેરમાં ગઈ અને લોકોને કહેવા લાગી કે,
29'આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?'
30ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.
31તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, 'ગુરુજી, ભોજન કરો.'
32પણ ઈસુએ તેઓને કહ્યું કે, 'મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.'
33શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, 'એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?'
34ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.”
35તમે શું નથી કહેતાં કે, 'ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, 'તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.
36જે કાપે છે તે બદલો પામે છે અને અનંતજીવનના ફળનો સંગ્રહ કરે છે; જેથી વાવનાર તથા કાપનાર બન્ને સાથે હર્ષ પામે.
37કેમ કે આમાં તે કહેવત સાચી પડે છે કે, 'એક વાવે છે અને અન્ય કોઈ કાપે છે.'
38જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.'
39જે સ્ત્રીએ સાક્ષી આપી કે, 'મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,' તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
40સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, 'તમે આવીને અમારી સાથે રહો;' અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.
41તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;
42તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, 'હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.'
43બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.
44કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, 'પ્રબોધકને પોતાના પિતાના વાતનમાં કંઈ માન નથી.'
45જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.
46ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.
47તેણે સાંભળ્યું હતું કે ઈસુ યહૂદિયાથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તેણે તેમની પાસે જઈને તેમને વિનંતી કરી કે, 'આવીને મારા દીકરાને સાજો કરો;' કેમ કે તે મરવાની અણી પર હતો.
48ત્યારે ઈસુએ તેને કહ્યું કે, 'ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી.'

Read યોહાન 4યોહાન 4
Compare યોહાન 4:25-48યોહાન 4:25-48