4પણ વહેલી સવારે ઈસુ કિનારે ઊભા હતા; પરંતુ તેઓ ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહિ.
5ઈસુ તેઓને કહે છે કે, 'જુવાનો, તમારી પાસે કંઈ ખાવાનું છે?' તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, 'નથી.'
6તેમણે તેઓને કહ્યું કે, 'હોડીની જમણી તરફ જાળ નાખો, એટલે તમને કંઈક મળશે.' તેથી તેઓએ જાળ નાખી; પણ એટલી બધી માછલીઓ તેમાં ભરાઈ કે તેઓ તેને ખેંચી શક્યા નહિ.
7ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા તે પિતરને કહે છે કે, 'આ તો પ્રભુ છે!' જ્યારે સિમોન પિતરે સાંભળ્યું કે તેઓ પ્રભુ છે ત્યારે તેણે પોતાનો ઝભ્ભો પહેર્યો (કેમ કે તે ઉઘાડો હતો) અને સમુદ્રમાં કૂદી પડ્યો.
8બીજા શિષ્યો હોડીમાં જ રહીને માછલીઓથી ભરાયેલી જાળ ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારાથી દૂર નહિ, પણ લગભગ ત્રણસો ફૂટ જેટલે અંતરે હતા.
9તેઓ કિનારે ઊતર્યા ત્યારે ત્યાં તેઓએ અંગારા પર મૂકેલી માછલી તથા રોટલી જોયાં.
10ઈસુ તેઓને કહે છે કે, 'તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો.'