Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 21

યોહાન 21:14-24

Help us?
Click on verse(s) to share them!
14મૃત્યુમાંથી પાછા ઊઠ્યાં પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન આપ્યું.
15હવે તેઓએ નાસ્તો કર્યા બાદ ઈસુ સિમોન પિતરને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર તેઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો કે, 'હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુએ તેને કહ્યું કે, 'મારાં ઘેટાંને પાળ.'
16તેઓ બીજી વખત તેને કહે છે કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે તેમને કહ્યું કે, 'હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.' ઈસુ તેને કહે છે કે, 'મારાં ઘેટાંઓની સંભાળ રાખ.'
17તેમણે ત્રીજી વખત તેને કહ્યું કે, 'યોનાના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?' પિતર દિલગીર થયો, કારણ કે ઈસુએ ત્રીજી વખત તેને પૂછ્યું હતું કે, 'શું તું મારા પર હેત રાખે છે?' અને તેણે તેમને કહ્યું કે, 'પ્રભુ, તમે સર્વ જાણો છો;' તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું. ઈસુ તેને કહે છે કે, 'મારા ઘેટાંને પાળ.'
18હું તને ખાતરીપૂર્વક કહું છું કે, 'જયારે તું જુવાન હતો ત્યારે જાતે પોશાક પહેરીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો હતો; પણ તું વૃધ્ધ થશે ત્યારે તું તારો હાથ લંબાવશે અને બીજો કોઈ તને પોશાક પહેરાવશે, અને જ્યાં તું જવા નહિ ચાહે ત્યાં તને લઈ જશે.
19હવે કઈ રીતના મૃત્યુથી પિતર ઈશ્વરને મહિમા આપશે એ સૂચવતાં ઈસુએ એમ કહ્યું હતું. ઈસુએ તેમને કહ્યું કે, 'મારી પાછળ આવ.'
20ત્યારે, જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, જમતી વેળાએ ઈસુની છાતીએ ટેકો દઈને બેઠો હતો તેણે કહ્યું કે, 'પ્રભુ જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?' ત્યારે પિતરે પાછળ આવતા તે શિષ્યને જોયો.
21ત્યારે પિતર તેને જોઈને ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, એ માણસનું શું થશે?'
22ઈસુએ તેને કહ્યું કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.
23તેથી એ વાત ભાઈઓમાં ફેલાઇ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને એમ કહ્યું ન હતું કે, તે નહિ મરશે નહિ; પણ એમ કે, હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું?
24જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે, તે એ જ છે; અને તેની સાક્ષી સાચી છે, એ અમે જાણીએ છીએ.

Read યોહાન 21યોહાન 21
Compare યોહાન 21:14-24યોહાન 21:14-24