Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 20

યોહાન 20:5-22

Help us?
Click on verse(s) to share them!
5તેણે નમીને અંદર જોયું તો શણનાં વસ્ત્રો પડેલાં તેના જોવામાં આવ્યા; પણ તે અંદર ગયો નહિ.
6પછી સિમોન પિતર પણ તેની પાછળ આવ્યો અને તે કબરની અંદર ગયો; તેણે શણના વસ્ત્રો પડેલાં જોયાં;
7અને જે રૂમાલ તેમના માથા પર વીંટાળેલો હતો, તે શણનાં વસ્ત્રોની પાસે પડેલો ન હતો, પણ વાળીને એક જગ્યાએ અલગથી મૂકેલો હતો.
8પછી બીજો શિષ્ય કે જે કબર પાસે પહેલો આવ્યો હતો, તેણે પણ અંદર જઈને જોયું અને વિશ્વાસ કર્યો.
9કેમ કે ઈસુએ મૃત્યુ પામેલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ, તે શાસ્ત્રવચન ત્યાં સુધી તેઓ સમજતા ન હતા.
10ત્યારે શિષ્યો ફરી પોતાને ઘરે પાછા ગયા.
11જોકે મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતાં રડતાં નમીને કબરમાં વારંવાર જોયા કરતી હતી;
12અને જ્યાં ઈસુનો પાર્થિવ દેહ દફનાવેલો હતો ત્યાં પ્રકાશિત વસ્ત્ર પહેરેલા બે સ્વર્ગદૂતોને, એકને માથા બાજુ અને બીજાને પગ બાજુ, બેઠેલા તેણે જોયા.
13તેઓ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તે તેમને કહે છે, 'તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેમને ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી, માટે હું રડું છું;'
14એમ કહીને તેણે પાછા વળીને જોયું તો ઈસુને ઊભેલા જોયા; પણ તેઓ ઈસુ છે, એમ તેને ખબર પડી નહિ.
15ઈસુ તેને કહે છે કે, 'બહેન, તું કેમ રડે છે?' તું કોને શોધે છે?' તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે, 'ભાઈ, જો તમે તેમને અહીંથી લઈ ગયા છો, તો તમે તેમને ક્યાં મૂક્યા છે તે મને કહો, એટલે હું તેમને લઈ જઈશ.'
16ઈસુ તેને કહે છે કે, 'મરિયમ;' અને તેણે પાછા ફરીને તેમને હિબ્રૂ ભાષામાં કહ્યું કે, 'રાબ્બોની!' એટલે 'ગુરુજી.'
17ઈસુ તેને કહે છે કે, 'હજી સુધી હું પિતા પાસે સ્વર્ગમાં ગયો નથી, માટે મને સ્પર્શ ન કર; પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે, 'જે મારા પિતા તથા તમારા પિતા અને મારા ઈશ્વર તથા તમારા ઈશ્વર, તેમની પાસે હું જાઉં છું.'
18મગ્દલાની મરિયમે આવીને શિષ્યોને જણાવ્યું કે, 'મેં પ્રભુને જોયા છે અને તેમણે મને એ વાતો કહી છે.
19તે જ દિવસે, એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજે, શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંનાં બારણાં યહૂદીઓના ભયથી બંધ રાખવામાં આવ્યાં હતા, ત્યારે ઈસુએ આવીને તેઓની મધ્યે ઊભા રહીને કહ્યું કે, 'તમને શાંતિ થાઓ.'
20એમ કહીને તેમણે પોતાના હાથ તથા ફૂખ તેઓને બતાવ્યાં. માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા.
21ઈસુએ ફરી તેઓને કહ્યું કે, 'તમને શાંતિ હો;' જેમ પિતાએ મને મોકલ્યો છે, તેમ હું તમને પણ મોકલું છું.
22પછી ઈસુએ તેઓ પર શ્વાસ ફૂંકીને કહ્યું કે, 'તમે પવિત્ર આત્મા પામો.

Read યોહાન 20યોહાન 20
Compare યોહાન 20:5-22યોહાન 20:5-22