Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 19

યોહાન 19:32-42

Help us?
Click on verse(s) to share them!
32એ માટે સિપાઈઓએ આવીને ઈસુની સાથે વધસ્તંભે જડાયેલા બંને જણાનાં પગ ભાંગ્યાં.
33જયારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેમને મૃત જોઈને તેમના પગ ભાંગ્યા નહિ.
34તોપણ સિપાઈઓમાંના એકે ભાલાથી તેમની કૂખ વીંધી અને તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યાં.
35જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે જેથી તમે પણ વિશ્વાસ કરો, તેની સાક્ષી સાચી છે. તે સત્ય કહે છે, એ તે જાણે છે.
36કેમ કે, 'તેમનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહિ' એ શાસ્ત્રવચન પૂર્ણ થાય માટે એમ થયું;
37વળી બીજું શાસ્ત્રવચન કહે છે કે, 'જેમને તેઓએ વીંધ્યા તેમને તેઓ જોશે.'
38આ બાબતો બન્યા પછી આરીમથાઈનો યૂસફ, જે યહૂદીઓની બીકને લીધે ગુપ્ત રીતે ઈસુનો શિષ્ય હતો, તેણે ઈસુનો પાર્થિવ દેહ લઈ જવાની પિલાત પાસે માગણી કરી; અને પિલાતે તેને પરવાનગી આપી. તેથી તે આવીને તેમનો પાર્થિવ દેહ ઉતારીને લઈ ગયો.
39જે અગાઉ એક રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે નિકોદેમસ પણ બોળ અને અગરનું આશરે ૫૦ કિલોગ્રામ (મિશ્રણ) લઈને આવ્યો.
40ત્યારે યહૂદીઓની દફનાવવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનો પાર્થિવ દેહ લઈને, સુગંધીદ્રવ્યો સહિત શણના કપડાંમાં લપેટ્યો.
41હવે જ્યાં તેમને વધસ્તંભે જડ્યાં હતા ત્યાં એક વાડી હતી અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી દફનાવવામાં આવ્યો ન હતો.
42તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા.

Read યોહાન 19યોહાન 19
Compare યોહાન 19:32-42યોહાન 19:32-42