Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યોહાન - યોહાન 19

યોહાન 19:2-11

Help us?
Click on verse(s) to share them!
2સિપાઈઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો અને તેમને જાંબુડા રંગનો ઝભ્ભો પહેરાવ્યો;
3તેઓએ તેમની પાસે આવીને કહ્યું કે, 'ઓ યહૂદીઓના રાજા, સલામ!' અને તેઓએ તેમને મુક્કીઓ મારી.
4પછી પિલાતે ફરીથી બહાર જઈને લોકોને કહ્યું કે, 'હું તેને તમારી પાસે બહાર લાવું છું, કે જેથી તમે જાણો કે, મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
5ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો ઝભ્ભો પહેરેલા જ બહાર નીકળ્યા. પછી પિલાત તેઓને કહ્યું કે, 'આ માણસને જુઓ!'
6જયારે મુખ્ય યાજકોએ તથા અધિકારીઓએ તેમને જોયા, ત્યારે તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, તેને વધસ્તંભે જડો, વધસ્તંભે જડો.' પિલાત તેઓને કહ્યું કે, 'તમે પોતે તેને લઈ જાઓ અને વધસ્તંભે જડો; કેમ કે મને તેનામાં કંઈ અપરાધ જણાતો નથી.'
7યહૂદીઓએ પિલાતને ઉત્તર આપ્યો કે, 'અમારો એક નિયમ છે અને તે પ્રમાણે તેણે મૃત્યુદંડ ભોગવવો જોઈએ; કેમ કે તેણે પોતે ઈશ્વરનો દીકરો હોવાનો દાવો કર્યો છે.
8તે વાત સાંભળીને પિલાત વધારે ગભરાયો;
9અને તે ફરી દરબારમાં જઈને ઈસુને કહ્યું કે, 'તું ક્યાંનો છે?' પણ ઈસુએ તેને કંઈ જવાબ આપ્યો નહિ.
10ત્યારે પિલાતે તેમને કહ્યું કે, 'શું તું મને કશું કહેતો નથી?' શું તું જાણતો નથી કે તને છોડવાનો અને વધસ્તંભે જડવાનો અધિકાર મને છે?'
11ઈસુએ તેને ઉત્તર આપ્યો કે, 'ઉપરથી અપાયા વિના તને મારા પર કંઈ પણ અધિકાર હોત નહિ; તે માટે જેણે મને તને સોંપ્યો છે તેનું પાપ વધારે મોટું છે.'

Read યોહાન 19યોહાન 19
Compare યોહાન 19:2-11યોહાન 19:2-11