Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - યહોશુઆ - યહોશુઆ 15

યહોશુઆ 15:14-52

Help us?
Click on verse(s) to share them!
14અને કાલેબે અનાકના વંશનાં ત્રણ કુળોને એટલે શેશાય, અહીમાન તથા તાલ્માય જે અનાકના પુત્રો હતા તેઓને ત્યાંથી કાઢી મૂક્યા.
15તેણે ત્યાંથી દબીરના રહેવાસીઓ પર ચઢાઈ કરી. દબીરનું નામ તો પૂર્વે કિર્યાથ-સેફેર હતું.
16કાલેબે કહ્યું, “જે કોઈ માણસ કિર્યાથ-સેફેર પર હુમલો કરશે અને તેને કબજે કરશે, તેને હું મારી દીકરી આખ્સાહ સાથે પરણાવીશ.”
17કાલેબના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે કિર્યાથ-સેફેર જીતી લીધું. તેથી કાલેબે તેની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.
18જયારે આખ્સાહ ઓથ્નીએલ પાસે આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને તેના પિતા પાસેથી ખેતર માગવાની વિનંતી કરી. અને આખ્સા તેના જાનવર પરથી ઊતરી. અને કાલેબે તેને કહ્યું કે, “તારે શું જોઈએ છે?”
19આખ્સાહએ ઉત્તર આપ્યો, “મારા પર વિશેષ કરીને કૃપા કર. તેં મને નેગેબની જમીન તો આપી જ છે, પાણીના થોડા ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના ભાગના અને નીચાણના ભાગના ઝરા આપ્યાં.
20આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે.
21અને નેગેબમાં અદોમની સરહદની તરફ યહૂદાપુત્રોના કુળનાં છેવાડાં નગરો કાબ્સએલ, એદેર તથા યાગૂર,
22કિના, દીમોના, આદાદા,
23કેદેશ, હાસોર, પિથ્નાન,
24ઝીફ, ટેલેમ, બેઆલોથ;
25હાસોર-હદાત્તા, કરીયોથ-હેસ્રોન (એટલે હાસોર),
26અમામ, શેમા, મોલાદા,
27હસાર-ગાદ્દાહ, શ્હેમોન, બેથ-પેલેટ,
28હસાર-શૂઆલ, બેર-શેબા, બિઝયોથ્યા.
29બાલા, ઈયીમ તથા એસેમ,
30એલ્તોલાદ, કસીલ તથા હોર્મા,
31સિકલાગ, માદમાન્ના તથા સાન્સાન્ના,
32લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં.
33પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરા તથા આશના;
34ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,
35યાર્મૂથ, અદુલ્લામ, સોખો તથા અઝેકા,
36શારાઈમ, અદીથાઈમ, ગદેરા ગદરોથાઈમ; તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ ચૌદ નગરો હતાં.
37સનાન, હદાશા તથા મિગ્દાલ-ગાદ,
38દિલાન, મિસ્પા તથા યોક્તએલ,
39લાખીશ, બોસ્કાથ તથા એગ્લોન.
40કાબ્બોન, લાહમામ તથા કિથ્લીશ.
41ગદેરોથ, બેથ-દાગોન, નામા તથા માક્કેદા. તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.
42લિબ્ના, એથેર તથા આશાન,
43યફતા, આશના તથા નસીબ,
44કઈલા, આખ્ઝીબ તથા મારેશા, તેઓનાં તાબાના ગામો સહિત આ કુલ નવ નગરો હતા.
45એક્રોન, તેનાં નગરો અને ગામો સહિત;
46એટલે એક્રોનથી તે મહાસમુદ્ર સુધી આશ્દોદની નજીક જે સર્વ નગરો હતા તે તેઓનાં ગામો સહિત.
47આશ્દોદની, આસપાસના નગરો તથા ગામો; ગાઝા, આસપાસનાં નગરો તથા ગામો; મિસરનું નાળું તથા મહાસમુદ્ર તેનો દરિયાકિનારો ત્યાં સુધીનાં.
48પહાડી પ્રદેશમાં શામીર, યાત્તીર તથા સોખો,
49દાન્ના તથા કિર્યાથ-સાન્ના, (એટલે દબીર),
50અનાબ, એશ્તમો તથા આનીમ,
51ગોશેન, હોલોન તથા ગીલોહ. તેઓના તાબાના ગામો સહિત કુલ આ અગિયાર નગરો હતા.
52અરાબ, દૂમા તથા એશાન,

Read યહોશુઆ 15યહોશુઆ 15
Compare યહોશુઆ 15:14-52યહોશુઆ 15:14-52