Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - પ્રેરિતોનાં કૃત્યો - પ્રેરિતોનાં કૃત્યો 18

પ્રેરિતોનાં કૃત્યો 18:4-10

Help us?
Click on verse(s) to share them!
4દરેક વિશ્રામવારે પાઉલ સભાસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને વચનમાંથી સમજાવતો હતો.
5પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી ઈસુની વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, 'ઈસુ તે જ ખ્રિસ્ત છે.'
6પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને તેનું અપમાન કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.
7પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર સભાસ્થાનની તદ્દન પાસે હતું.
8અને સભાસ્થાનનાં આગેવાન ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણાં કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.
9પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
10કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણાં લોક છે.

Read પ્રેરિતોનાં કૃત્યો 18પ્રેરિતોનાં કૃત્યો 18
Compare પ્રેરિતોનાં કૃત્યો 18:4-10પ્રેરિતોનાં કૃત્યો 18:4-10