Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ન્યાયાધીશો - ન્યાયાધીશો 13

ન્યાયાધીશો 13:9-22

Help us?
Click on verse(s) to share them!
9ઈશ્વરે માનોઆની પ્રાર્થનાનો ઉત્તર આપ્યો અને જયારે તે સ્ત્રી ખેતરમાં બેઠી હતી ત્યારે ઈશ્વરનો દૂત ફરી તેની પાસે આવ્યો. પણ તેનો પતિ માનોઆ તેની સાથે ન હતો.
10તેથી તે સ્ત્રીએ ઉતાવળે દોડી જઈને પોતાના પતિને કહ્યું કે, “જો! તે દિવસે જે માણસ મારી પાસે આવ્યો હતો તે મને દેખાયો.”
11માનોઆ ઊઠીને પોતાની સ્ત્રીની પાછળ ચાલ્યો. અને તે માણસની પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શું તમે તે જ માણસ છો કે જેમણે મારી પત્ની સાથે વાત કરી હતી?” તેણે કહ્યું “હા હું એ જ છું.”
12તેથી માનોઆએ કહ્યું, “હવે તારું વચન ફળીભૂત થાઓ. પણ તે છોકરો કેવો નીવડશે. અને કેવા કામ કરશે?”
13ઈશ્વરના સ્વર્ગદૂતે માનોઆને કહ્યું, “જે સર્વ મેં સ્ત્રીને કહ્યું, તે વિષે તેણે કાળજી રાખવી.
14તેણે દ્રાક્ષનું બનેલું કંઈ પણ ન ખાવું, તેણે દારૂ કે નશાકારક પીણું પીવું નહિ; કંઈ પણ અશુદ્ધ ખાવું નહિ. મેં જે આજ્ઞા તેને આપી છે તે સર્વ તે પાળે.”
15માનોઆએ ઈશ્વરના દૂતને કહ્યું, “કૃપા કરીને, અહીં રહો કે અમે તમારે માટે એક હલવાન માંસ રાંધીએ.”
16ઈશ્વરના દૂતે માનોઆને કહ્યું, “જો હું રોકાઈ જાઉં તો પણ હું તારો ખોરાક ખાઈશ નહિ. પણ જો તું દહનીયાર્પણ તૈયાર કરે છે, તો તારે તે ઈશ્વરને ચઢાવવું જોઈએ.” (માનોઆ જાણતો ન હતો કે તે ઈશ્વરનો દૂત છે).
17માનોઆએ દૂતને કહ્યું, “તારું નામ શું છે, જેથી તારાં વચન ફળે ત્યારે અમે તારું સન્માન કરીએ?”
18ઈશ્વરના દૂતે તેને કહ્યું, “તું મારું નામ કેમ પૂછે છે? કેમ કે તે અદ્દભુત છે!”
19ત્યારે માનોઆએ બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને ખડક પર ઈશ્વરને ચઢાવ્યું. માનોઆ અને તેની પત્નીના દેખતાં જ સ્વર્ગદૂતે આશ્ચર્યજનક કામ કર્યું.
20ત્યાં અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશની તરફ ચઢી, ત્યારે ઈશ્વરનો દૂત વેદી પરથી જ્વાળામાં થઈને ઉપર ચઢી ગયો. માનોઆ અને તેની પત્ની તે જોઈ રહ્યાં અને તેઓ ભૂમિ પર નમી પડ્યાં.
21ઈશ્વરના દૂતે માનોઆને તથા તેની પત્નીને ફરી દર્શન આપ્યું નહિ. ત્યારે માનોઆએ જાણ્યું કે તે ઈશ્વરનો સ્વર્ગદૂત હતો.
22માનોઆએ તેની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે, માટે આપણે નક્કી મરી જઈશું!”

Read ન્યાયાધીશો 13ન્યાયાધીશો 13
Compare ન્યાયાધીશો 13:9-22ન્યાયાધીશો 13:9-22