Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - નીતિવચનો - નીતિવચનો 8

નીતિવચનો 8:1-10

Help us?
Click on verse(s) to share them!
1શું ડહાપણ હાંક મારતું નથી? અને બુદ્ધિ પોકારતી નથી?
2તે રસ્તાઓના સંગમ આગળ, માર્ગની એકબાજુ ઊંચા ચબુતરાઓની ટોચ પર ઊભું રહે છે.
3અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ, અને બારણામાં પેસવાની જગ્યાએ, તે મોટે અવાજે પોકારે છે:
4“હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું મારું બોલવું પ્રત્યેક માણસને માટે છે.
5હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો અને હે મૂર્ખા તમે સમજણા થાઓ.
6સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું અને જે સાચું છે તે જ બાબતો વિષે મારું મુખ ઊઘડશે.
7મારું મુખ સત્ય ઉચ્ચારશે, મારા હોઠોને જૂઠાણું ધિક્કારપાત્ર લાગે છે.
8મારા મુખના સઘળા શબ્દો પ્રમાણિક છે, તેઓમાં કશું વાંકુ કે વિપરીત નથી.
9સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10ચાંદી નહિ પણ મારી સલાહ લો અને ચોખ્ખા સોના કરતાં ડહાપણ પ્રાપ્ત કરો.

Read નીતિવચનો 8નીતિવચનો 8
Compare નીતિવચનો 8:1-10નીતિવચનો 8:1-10