Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 95

ગીતશાસ્ત્ર 95:1-6

Help us?
Click on verse(s) to share them!
1આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉધ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
2આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
3કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
4તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
5સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
6આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.

Read ગીતશાસ્ત્ર 95ગીતશાસ્ત્ર 95
Compare ગીતશાસ્ત્ર 95:1-6ગીતશાસ્ત્ર 95:1-6