Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 7

ગીતશાસ્ત્ર 7:7-16

Help us?
Click on verse(s) to share them!
7દેશોની પ્રજા તમારી આસપાસ એકત્ર થાય; તમારા રાજ્યાસન પર તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
8યહોવાહ લોકોનો ન્યાય કરે છે; હે યહોવાહ, મારા ન્યાયીપણા પ્રમાણે તથા મારામાં જે પ્રામાણિકપણું છે, તે પ્રમાણે મારો ન્યાય કરો.
9દુષ્ટ લોકોનાં દુષ્ટ કાર્યોનો અંત લાવો, પણ ન્યાયી લોકોને સ્થાપન કરો, ન્યાયી ઈશ્વર, હૃદયોને તથા મનને પારખનાર છે.
10મારી ઢાલ ઈશ્વર છે, તે ઇમાનદાર હૃદયવાળાને બચાવે છે.
11ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે, ઈશ્વર દરરોજ દુષ્ટો પર કોપાયમાન થાય છે.
12જો માણસ પાપથી પાછો ન કરે, તો ઈશ્વર તેમની તરવાર તીક્ષ્ણ કરશે તેમણે પોતાના ધનુષ્યને તાણીને તૈયાર રાખ્યું છે.
13તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે; અને પોતાનાં બાણને બળતાં કરે છે.
14તે ભૂંડાઈથી કષ્ટાય છે, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, જે જૂઠને જન્મ આપ્યો છે.
15તેણે ખાડો ખોદ્યો છે અને જે ખાઈ તેણે ખોદી, તેમાં તે પોતે પડ્યો છે.
16તેનો ઉપદ્રવ તેના પોતાના શિર પર આવશે, કેમ કે તેનો બળાત્કાર તેના પોતાના માથા પર પડશે.

Read ગીતશાસ્ત્ર 7ગીતશાસ્ત્ર 7
Compare ગીતશાસ્ત્ર 7:7-16ગીતશાસ્ત્ર 7:7-16