Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 77

ગીતશાસ્ત્ર 77:3-19

Help us?
Click on verse(s) to share them!
3હું ઈશ્વરનું સ્મરણ કરીને વ્યાકુળ થાઉં છું; હું તેમના વિષે વિચારું છું, તો હું મૂર્છિત થઈ જાઉં છું. સેલાહ
4તમે મને મારી આંખો બંધ કરવા દેતા નથી; હું મુશ્કેલીમાં બોલી શકતો નહોતો.
5હું અગાઉના દિવસોનો, પૂર્વના ભૂતકાળનો વિચાર કરું છું.
6રાતના સમયે મારું ગાયેલું ગીત મને યાદ આવે છે. હું ઘણી ગંભીરતાથી વિચારું છું.
7શું પ્રભુ મને સર્વકાળને માટે તજી દેશે? શું તે ફરી પ્રસન્ન થશે નહિ?
8શું તેમની કૃપા સદાને માટે જતી રહી છે? શું તેમનું વચન સદાકાળ રદ જશે?
9અમારા પર કૃપા કરવાનું ઈશ્વર શું ભૂલી ગયા છે? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી છે? સેલાહ
10મેં કહ્યું, “આ તો મારું દુઃખ છે: પરાત્પરના જમણા હાથનાં વર્ષો હું સંભારીશ.”
11પણ હું યહોવાહનાં કૃત્યોનું સ્મરણ કરીશ; તમારા પુરાતન કાળના ચમત્કાર વિષે હું વિચાર કરીશ.
12હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.
13હે ઈશ્વર, તમારા માર્ગો પવિત્ર છે, આપણા મહાન ઈશ્વર જેવા બીજા ઈશ્વર કોણ છે?
14તમે ચમત્કાર કરનાર ઈશ્વર છો; તમે લોકોમાં તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.
15તમે તમારા મહાન પરાક્રમ વડે લોકોને, એટલે યાકૂબના તથા યૂસફના વંશજોને વિજય અપાવ્યો છે.
16હે ઈશ્વર, પાણીએ તમને જોયા; પાણી તમને જોઈને ગભરાયાં; ઊંડાણો પણ ધ્રૂજ્યાં.
17વાદળોએ પાણી વરસાવ્યાં; આકાશે ગર્જના કરી; તમારાં બાણો ચારેબાજુ ઊડ્યાં.
18તમારી ગર્જનાનો અવાજ વંટોળિયામાં હતો; વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું; પૃથ્વી કાંપી તથા હચમચી.
19તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.

Read ગીતશાસ્ત્ર 77ગીતશાસ્ત્ર 77
Compare ગીતશાસ્ત્ર 77:3-19ગીતશાસ્ત્ર 77:3-19