Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 74

ગીતશાસ્ત્ર 74:13-22

Help us?
Click on verse(s) to share them!
13તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહામત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાં.
14તમે મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.
15ઝરાઓ તથા નાળાઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.
16દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.
17તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.
18હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો.
19તમારા હોલાનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.
20તમે કરેલા કરારનું સ્મરણ કરો, કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.
21દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.
22હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો; મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો.

Read ગીતશાસ્ત્ર 74ગીતશાસ્ત્ર 74
Compare ગીતશાસ્ત્ર 74:13-22ગીતશાસ્ત્ર 74:13-22