Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 50

ગીતશાસ્ત્ર 50:3-22

Help us?
Click on verse(s) to share them!
3આપણા ઈશ્વર આવશે અને છાના રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે અને તેમની આસપાસ મહાતોફાન જાગશે.
4પોતાના લોકોનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે.
5“જેઓએ બલિદાનથી મારી સાથે કરાર કર્યો છે; એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે.
7“હે મારા લોકો, સાંભળો અને હું બોલીશ; હું ઈશ્વર, તમારો ઈશ્વર છું.
8તારા બલિદાનોને લીધે હું તને ઠપકો આપીશ નહિ; તારાં દહનાર્પણો નિરંતર મારી આગળ થાય છે.
9હું તારી કોડમાંથી બળદ અથવા તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
10કારણ કે અરણ્યનું દરેક પશુ અને હજાર ડુંગરો ઉપરનાં પશુઓ મારાં છે.
11હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું અને જંગલના હિંસક પશુઓ મારાં છે.
12જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તમને કહીશ નહિ; કારણ કે જગત તથા તેમાંનું સર્વસ્વ મારું છે.
13શું હું બળદોનું માંસ ખાઉં? અથવા શું હું બકરાઓનું લોહી પીઉં?
14ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ અને પરાત્પર પ્રત્યેની તારી પ્રતિજ્ઞા પૂર્ણ કર.
15સંકટને સમયે મને વિનંતિ કર; હું તને છોડાવીશ અને તું મારો મહિમા પ્રગટ કરશે.”
16પણ ઈશ્વર દુષ્ટને કહે છે કે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ? મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
17છતાં પણ તું મારી શિખામણનો તિરસ્કાર કરે છે અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
18જ્યારે તું ચોરને જુએ છે, ત્યારે તું તેને સંમતિ આપે છે; જેઓ વ્યભિચારમાં જોડાયેલા છે તેઓનો તું ભાગીદાર થયો છે.
19તું ભૂંડાઈને તારું મોં સોંપે છે અને તારી જીભ કપટ રચે છે.
20તું બેસીને તારા પોતાના ભાઈઓની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માતાના દીકરાની બદનામી કરે છે.
21તેં આવાં કામ કર્યાં છે, પણ હું ચૂપ રહ્યો, તેથી તેં વિચાર્યું કે હું છેક તારા જેવો છું. પણ હું તને ઠપકો આપીશ અને હું તારાં કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
22હે ઈશ્વરને વીસરનારાઓ, હવે આનો વિચાર કરો; નહિ તો હું તમારા ફાડીને ટુકડેટુકડા કરીશ અને તમને ત્યાં છોડાવવા માટે કોઈ નહિ આવે.

Read ગીતશાસ્ત્ર 50ગીતશાસ્ત્ર 50
Compare ગીતશાસ્ત્ર 50:3-22ગીતશાસ્ત્ર 50:3-22