Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 44

ગીતશાસ્ત્ર 44:4-11

Help us?
Click on verse(s) to share them!
4હે ઈશ્વર, તમે મારા રાજા છો; યાકૂબને માટે વિજય ફરમાવો.
5તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું; તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
6કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ, મારી તરવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
7પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
8આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું. સેલાહ
9પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
10તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
11તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.

Read ગીતશાસ્ત્ર 44ગીતશાસ્ત્ર 44
Compare ગીતશાસ્ત્ર 44:4-11ગીતશાસ્ત્ર 44:4-11